જૂની અદાવતે કાર ચાલકે અચાનક ઘસી આવી લોકોને કારની અડફેટે ઉડાવ્યા બાદમાં ધીંગાણું, સીસીટીવી આવ્યા સામે
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઝોલવા ગામે જૂની અદાવતે એક કાળમાં કેટલાક લોકોએ ધસી આવી ઝોલવા ગામે ઉભેલા મોટરસાયકલ સાથે તથા અન્ય લોકોને પોતાની કારની અડફેટે રોડ ઉપર ફંગોળી ઈજા પહોંચાડી મારામારી કરી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છેસાત લોકોને સારવાર માટે પટેલ à
Advertisement
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઝોલવા ગામે જૂની અદાવતે એક કાળમાં કેટલાક લોકોએ ધસી આવી ઝોલવા ગામે ઉભેલા મોટરસાયકલ સાથે તથા અન્ય લોકોને પોતાની કારની અડફેટે રોડ ઉપર ફંગોળી ઈજા પહોંચાડી મારામારી કરી રહ્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે
સાત લોકોને સારવાર માટે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
ભરૂચ જિલ્લામાં વર્ષના અંતિમ મહિનામાં મારામારીની ઘટનાઓ અનેક સામે આવી રહી છે અને હવે વાગરા તાલુકાના ઝોલવા ગામે કોંગ્રેસ ઉમેદવારના ઘર નજીકની ઘટના સામે આવી છે જેમાં ફોરવિલ ગાડીમાં આવેલા અજાણ્યાઓએ પોતાની કારકુળ ઝડપે હંકારી રોડ ઉપર ઉભેલા મોટરસાયકલ ઉપર બેસેલા ટોળાને પવનમાં ઉડાવી કચડી નાખવાના પ્રયાસ સાથે ધીંગાણું સર્જાયું હતું જેમાં કેટલાય લોકોએ કારમાં મુક્કા મારી કાચ તોડી મારા મારી થતા ગાડીમાંથી કેટલાક લોકો લાકડીના સફળતા સાથે બહાર નીકળ્યા હતા અને સમગ્ર ધીંગાણું સર્જાતા એક સમયે વાતાવરણ ગરમાયું હતું અને મારામારીમાં કોંગ્રેસના પરાજિત ઉમેદવારના ભત્રીજાને ચપ્પુના ઘા જીકાયા હોવાની માહિતી સામે આવવા સાથે કેટલાય લોકોને ગંભીર ઈજા થતાં પાંચથી સાત લોકોને સારવાર માટે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સાપડી રહી છે
સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં જ સમગ્ર વાયરલ વિડિયો પણ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરી દીધા છે હાલ તો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડતા પોલીસે પણ આ બાબતે ઇજાગ્રસ્તોના નિવેદન લેવાના પ્રયાસો કરવા સાથે સ્થળ ઉપર પોલીસ કાફલો ગોઠવી દીધો હોવાની માહિતી સાપડી રહી છે પરંતુ હાલ વાઇરલ થયેલા સીસીટીવી ફૂટેજ ઉપરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ટોળાને કચડી નાખવાનો પ્રયાસ કાર ચાલકે કર્યો હોવાની ઘટનાથી લોકોમાં સર્જાયું છે
આપણ વાંચો- સરકારી આયુર્વેદ હોસ્પિટલ કપડવંજ ખાતે નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


